Botad: નહીં મળે પાણી તો મહેનત થાશે ધૂળધાણી, બોટાદમાં વરસાદ પાછો ખેંચાતા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની રજૂઆત, જુઓ Video
બોટાદના રાણપુર ગમે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જોકે આગામી સમયમાં પણ વરસાદના કોઈ એંધાણ નથી. આ સંજોગોમાં જો આગામી 10 દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન જશે.
રાજ્યમાં લગભગ છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ સ્થિતિ બોટાદના રાણપુર તાલુકાની છે. તાલુકામાં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ નહીં આવવાથી પાક સુકાઈ રહ્યો છે. આ સંજોગોમાં જો આગામી 10 દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat Video: કોંગ્રેસના આક્ષેપ પર ઋષિકેશ પટેલનો જવાબ, કહ્યુ-ચૂંટણી આવતા જ ખોટા મુદ્દા લઈ આવે છે
બોટાદ જિલ્લામાં કપાસનું મોટાપ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આંકડા પર નજર કરીએ તો 1 લાખ 49 હેકટર માં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા એક માસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોને હાલ પાણીની તાતી જરૂરિયાત છે. આ સ્થિતિમાં ખેડૂતો તંત્રને નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરી રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
