Gujarat Video: કોંગ્રેસના આક્ષેપ પર ઋષિકેશ પટેલનો જવાબ, કહ્યુ-ચૂંટણી આવતા જ ખોટા મુદ્દા લઈ આવે છે
પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ હતુ. તેઓએ સ્પષ્ટરુપે કહ્યુ હતુ કે, આ કોઈ કૌભાંડ છે પણ નહીં અને સરકાર કૌભાંડ કરવા માંગતી પણ નથી. પલટવારમાં કહ્યુ હતુ કે, ભૂતકાળમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારમાં કૌભાંડ થયા હતા.
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા અદાણીને વધુ રુપિયા આપ્યાનો રાજકીય મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. આમ મામલે રાજ્ય સરકારના આોગ્ય અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. પ્રવક્તા પ્રધાને કહ્યુ હતુ કે, યુદ્ધની પરિસ્થિતિમાં વીજ કટોકટી અને ઉર્જાની બચતનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં 24 કલાક રાજ્ય સરકાર આપી શકી છે. ખેડૂતોને પણ સતત 8 કલાક જેટલી વીજળી આપી શક્યા છે અને જરુરીયાતની સ્થિતિમાં 10 કલાક સુધી વીજળી પુરી પાડી છે.
આગળ પણ કહ્યુ હતુ કે, સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ પ્રમાણે રકમ સરભર કરવામાં આવશે. વર્ષ 2018 થી 2022 સુધીમાં થયેલ પેમેન્ટ સરભર કરવામાં આવેલ છે. 3900 કરોડનુ મુદ્દો ચગાવવા માટે કોંગ્રેસ વિકાસશીલ સરકારમાં આ રોડા નાંખવાનો પ્રયાસ છે. પ્રજાને ભાજપ સરકાર પર ભરોસો છે. કોંગ્રેસ દ્વારા આરટીઆઈ કરીને કાગળો માંગવામાં આવેલ છે અને તે ઓન પેપર છે. કોંગ્રેસ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાનુ પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ હતુ. તેઓએ સ્પષ્ટરુપે કહ્યુ હતુ કે, આ કોઈ કૌભાંડ છે પણ નહીં અને સરકાર કૌભાંડ કરવા માંગતી પણ નથી. પલટવારમાં કહ્યુ હતુ કે, ભૂતકાળમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારમાં કૌભાંડ થયા હતા. આમ કોંગ્રેસ કોઈ મુદ્દાઓમાં તથ્ય ના હોય એવા મુદ્દાઓ ચૂંટણી આવતા શરુ કર્યા છે. ખોટા મુદ્દાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે.