Gujarati Video: બોટાદના ઉમરાળા ગામે યુવતીના આપઘાતના કેસમાં મહત્વનો ખુલાસો, પોલીસે 306 મુજબ દાખલ કરી ફરિયાદ
બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે યુવતીના આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. વિજય નામના યુવકના કારણે યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બે દિવસ બાદ મૃતક યુવતીની સુસાઇડ નોટ મળી આવી છે.
Botad : બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે યુવતીના આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. વિજય નામના યુવકના કારણે યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બે દિવસ બાદ મૃતક યુવતીની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે મૃતક યુવતી ધોરણ 8માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ વિજય નામનો શખ્સ તેને હેરાન કરતો હતો. એટલું જ નહીં વિજય તેના ઘરની બાજુમાં રહેતો હોવાથી વારંવાર યુવતીના ઘરે જતો હતો અને પ્રેમ માટે દબાણ કરતો હતો.
આ પણ વાંચો : Botad : સતત વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાયા, ખેડૂતોને મગફળી, કપાસના પાકને નુકશાન થવાની ભીતિ, જુઓ Video
વિજય વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હોવાથી યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો. મૃતક યુવતી અને યુવક ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. સાથે જ લાંબા સમયથી બંને પ્રેમમાં હોવાનો પણ ઉલ્લેખ છે. પરંતુ પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતાં યુવતીને લાગી આવ્યું હતું અને મોતને વ્હાલું કર્યું હતું. તો બીજી તરફ સુસાઇડ નોટ મળી આવ્યાં બાદ મૃતક યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસે કલમ 306 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
