Gir Somnath Rain : વેરાવળ પાસેના દરિયામાં ભારે કરંટના પગલે બોટ પલટી, જુઓ Video

Gir Somnath Rain : વેરાવળ પાસેના દરિયામાં ભારે કરંટના પગલે બોટ પલટી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2024 | 3:49 PM

ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ થયો છે.જેના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ છે. ત્યારે વેરાવળ પાસે દરિયામાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં ભારે કરંટના કારણે બોટ પલટી હતી.

ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ થયો છે.જેના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ છે. ત્યારે વેરાવળ પાસે દરિયામાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં ભારે કરંટના કારણે બોટ પલટી હતી. કિનારા પર આવતા સમયે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટી હતી. અશ્વિન સાગર નામની બોટ દરિયા કિનારા પાસે આવીને પલટી મારતા ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. જો કે બંદર પરના સ્થાનિકોએ દોરડા વડે ખલાસીઓને બહાર કાઢ્યા હતા.

કંડલા પોર્ટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા

વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કંડલાના દરિયાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં સ્પષ્ટ પણ જોવા મળે છે કે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. કંડલા પોર્ટ પર લાંગરવામાં આવેલા જહાજને સુરક્ષિત કરવામાં આવ્યુ છે. ક્રાફટ બાર્જની કામગીરી સમયે સમુદ્રના પાણી ક્રાફટમાં ફરી વળ્યા હતા. જો કે સુરક્ષા માટે જહાજને આઉટર બોયામાં બાંધી દેવામાં આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">