ગીર સોમનાથના કોડીનાર રોડના રહેણાક વિસ્તારમાં દીપડો જોવા મળ્યો. છેલ્લા ત્રણ દિવસથી દીપડાની હલચલ વધી. વન વિભાગને જાણ કરાતાં વનકર્મીઓએ પાંજરું મૂક્યું. દીપડાના લીધે ગામલોકોમાં ભયનો માહોલ. છેલ્લા કેટલા દિવસથી રીના કે વિસ્તાર આસપાસ દીપડો દેખાતો હતો વન વિભાગ દ્વારા પકડવા માટે પાંજરું મૂકી તજવીજ પણ હાથ ધરાવવામાં આવી હતી, આજે વહેલી સવારે દીપડો આવી ચડ્યો હતો રોડ ક્રોસ કરી જે વાડી વિસ્તારમાં પાંજરું મૂકેલું હતું ત્યાં પાસે પસાર થતી નદી આસપાસ ગોળ ચક્કર મારી અને ત્યાં ને ત્યાં રહેતા લોકો માં ભય નો માહોલ છવાયો,દીપડાની સ્થિતિ જોતા વન વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડી દીપડાને ટેન્ગુલાઈઝ કરી પકડવાની તજવી હાથ ધરી છે.