Navsari Constituency Election Result 2024 : નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ જીત્યા
નવસારીમાં લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે. નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા.
લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરુ થઈ ગઈ હતી. નવસારીમાં લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ભવ્ય જીત મેળવી છે. નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા.
નવસારી લોકસભા બેઠકમાં 59.66 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે. મતગણતરી માટે મતગણતરી સ્થળ પર ચુસ્ત બંદોબસ્તમાં મતગણતરી કરવામાં આવી છે. ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે. બીજી તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહે પણ 7 લાખની લીડ સાથે જીત પ્રાપ્ત કરી છે.
Latest Videos