AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy : વાવાઝોડામાં શેલ્ટર હાઉસમાં રખાયેલા લોકોને કેશડોલ અપાશે, જુઓ Video

Cyclone Biparjoy : વાવાઝોડામાં શેલ્ટર હાઉસમાં રખાયેલા લોકોને કેશડોલ અપાશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 8:42 PM
Share

જેમાં શિફ્ટ કરાયેલા પુખ્ત વયના વ્યક્તિને પ્રતિદિન 100 રૂપિયાની આર્થિક સહાય કરાશે. જ્યારે નાની વયની વ્યક્તિને પ્રતિદિન 60 રૂપિયાની આર્થિક સહાય ચૂકવાશે. તેમજ એક સાથે પાંચ દિવસની સહાય અસરગ્રસ્તોને રોકડમાં આપવામાં આવશે.

Gandhinagar : ગુજરાતમાં Cyclone Biparjoy ની અસરના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જો કે દરમ્યાન વાવાઝોડામાં શેલ્ટર હાઉસમાં રખાયેલા લોકોને કેશડોલ ફાળવવામાં આવશે. જેમાં અસરગ્રસ્તોને કેશડોલ આપવા મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. જેમાં શિફ્ટ કરાયેલા પુખ્ત વયના વ્યક્તિને પ્રતિદિન 100 રૂપિયાની આર્થિક સહાય કરાશે. જ્યારે નાની વયની વ્યક્તિને પ્રતિદિન 60 રૂપિયાની આર્થિક સહાય ચૂકવાશે. તેમજ એક સાથે પાંચ દિવસની સહાય અસરગ્રસ્તોને રોકડમાં આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.

વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.

આ વાવાઝોડાંની આગાહી થઈ ત્યારથી જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્રોને આ કુદરતી આપત્તિનો મુકાબલો કરવા માટે વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ માટે સજ્જ કર્યા હતા.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 16, 2023 08:18 PM
g clip-path="url(#clip0_868_265)">