અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ

22 Sep, 2024

લાગે છે કે અનિલ અંબાણીના સારા દિવસો પાછા ફર્યા છે. છેલ્લું અઠવાડિયું અનિલ અંબાણી માટે ઘણું સારું રહ્યું.

ગયા અઠવાડિયે, રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં સારો ઉછાળો આવ્યો હતો એટલે કે 49 ટકાનો વધારો થયો હતો અને શેર રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં જબરદસ્ત વધારો થયો હતો. એક સપ્તાહમાં 4000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

એટલે કે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું માર્કેટ કેપ રૂ. 8,500 કરોડથી વધીને રૂ. 12,500 કરોડ થયું છે.

એ જ રીતે રિલાયન્સ પાવરના શેરમાં પણ સારો વધારો જોવા મળ્યો છે અને એક સપ્તાહમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે.

શેરોમાં વધારાને કારણે રિલાયન્સ પાવરના માર્કેટ કેપમાં 25 ટકા એટલે કે 3100 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આનો અર્થ એ થયો કે રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ રૂ. 11,500 કરોડથી વધીને રૂ. 14,600 કરોડ થયું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.