AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યું છે ભારત, અમે જે કહીએ છીએ તે દુનિયા સાંભળે છે… USમાં બોલ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં NRI ને સંબોધિત કરતા કહ્યું કે હવે ભારત પાછળ નથી રહેતું, તે નવી સિસ્ટમ બનાવે છે અને તેમનું નેતૃત્વ કરે છે. ભારતે વિશ્વને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો ખ્યાલ આપ્યો. આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતા પણ મોટું થઈ ગયું છે.

ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યું છે ભારત, અમે જે કહીએ છીએ તે દુનિયા સાંભળે છે... USમાં બોલ્યા મોદી
| Updated on: Sep 22, 2024 | 11:45 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં NRIને સંબોધિત કર્યા હતા. પીએમએ કહ્યું કે આજે ભારત ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યો છે. આપણે જે બોલીએ છીએ એ જગત સાંભળે છે. અમે વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માંગતા નથી, અમે વિશ્વની સમૃદ્ધિમાં આપણું યોગદાન વધારવા માંગીએ છીએ. ભારતની પ્રાથમિકતા વિશ્વમાં પોતાનું દબાણ વધારવાની નથી, પરંતુ તેનો પ્રભાવ વધારવાની છે. આપણે સૂર્ય જેવો પ્રકાશ આપવાના છીએ.

પીએમે વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં વૈશ્વિક શાંતિમાં, વૈશ્વિક કૌશલ્યના અંતરને દૂર કરવામાં, વૈશ્વિક ઈનોવેશનને નવી દિશા આપવામાં અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. અગાઉ ભારત સમાન અંતરની નીતિ અપનાવતું હતું.

હવે ભારત સમાન નિકટતાની નીતિને અનુસરી રહ્યું છે. તમે જોયું જ હશે કે ભારતની પહેલ પર આફ્રિકન યુનિયનને G20 સમિટમાં કાયમી સભ્યપદ મળ્યું. આજે જો ભારત વૈશ્વિક પ્લેટફોર્મ પર કંઈક કહે છે તો વિશ્વ સાંભળે છે. ભારત ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યો છે.

દેશમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે: PM મોદી

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે. દરરોજ બે નવી કોલેજો બનાવવામાં આવે છે. દરરોજ નવી ITI સ્થપાય છે. મેડિકલ કોલેજોની સંખ્યા પણ 10 વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. અત્યાર સુધી દુનિયાએ ભારતીય ડિઝાઇનરોની શક્તિ જોઈ છે, હવે દુનિયા ભારતમાં ડિઝાઇનની શક્તિ જોશે.

અમે ગ્રીન ટ્રાંજેશનનો માર્ગ પસંદ કર્યો

ભારત હવે અટકવાનું નથી, ભારત હવે ઉભુ રહેવાનું નથી. ભારત ઈચ્છે છે કે વિશ્વમાં વધુને વધુ ઉપકરણો મેડ ઈન ઈન્ડિયા ચિપ્સ પર ચાલે. અમે ગ્રીન ટ્રાંજેશનનોનો માર્ગ પસંદ કર્યો છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના મૂલ્યોએ આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલા માટે અમે સૌર, ગ્રીન હાઇડ્રોજન, ન્યુક્લિયર એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતના લોકો ગુણવત્તાયુક્ત જીવન ઇચ્છે છે, ભારતના લોકો માત્ર રસ્તાઓ જ નહીં પણ ઉત્તમ એક્સપ્રેસ વે પણ ઇચ્છે છે. આજે ભારતના 23 શહેરોમાં મેટ્રો છે. 140 થી વધુ શહેરોમાં એરપોર્ટ છે.

વિશ્વ ભારતનો અવાજ સાંભળે છે: PM મોદી

અત્યારે જ્યારે ભારત ગ્લોબલ પ્લેટફોર્મ પર કંઈક બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. જ્યારે મેં કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી, ત્યારે બધા તેની ગંભીરતા સમજી ગયા. આજે વિશ્વમાં ક્યાંય પણ કટોકટી આવે તો ભારત પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ઉભરી આવે છે. કોરોનાના સમય દરમિયાન, અમે 150 થી વધુ દેશોમાં રસી અને દવાઓ મોકલી. જો ધરતીકંપ, ચક્રવાત કે ગૃહયુદ્ધ હોય તો મદદ માટે આપણે સૌ પ્રથમ પહોંચીએ છીએ.

આ પણ વાંચો: PUSHP ની પાંચ પાંખડીઓથી ભારત કેવી રીતે વિકસિત બનશે, USમાં PM મોદીએ જણાવ્યો આખો પ્લાન

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">