Gujarat Video: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો, સૌથી વધારે અંજારમાં 9 ઈંચ ખાબક્યો
Weather Update: બિપરજોય વાવાઝોડા બાદ હવે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શનિવારે પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં નોંધાઈ રહ્યો છે.
રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટી જોવા મળી રહી છે, જેને લઈ રાજ્યમાં વરસાદ વરસ્યો છે. વાવાઝોડાની અસરથી વરસાદી માહોલ સર્જાયો છે. અંજારમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. માંડવીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજ અને મુંદ્રામાં 8-8 ઈંચ. રાપરમાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 7 ઈંચ, જામનગરમાં 6.5, ગાંધીધામમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચોઃ Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસ વિસ્તારમાં પોણા ચાર ઈંચ વરસાદ, જાણો
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જામનગરમાં સાડા 6 ઈંચ અને ખંભાળીયામાં સવા પાંચ અને દ્વારકામાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તરગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા,મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદનુ સંક્ટ શનિવારે પણ તોળાઈ રહ્યુ છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચોઃ Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Bhavnagar : જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાં છૂપાયેલા ચોરને ઝડપ્યો

Kheda : બેફામ ડમ્પર ચાલકે પૂર્વ પ્રધાન બિમલ શાહની કારને લીધી અડફેટે

Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે
