Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ

PCB Chief Najam Sethi says what?: આગામી વનડે World Cup ને લઈ હવે શેડ્યૂલ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, ત્યાં પાકિસ્તાન દ્વારા નિવેદન બાજી કરીને સમસ્યાઓ સર્જી રહ્યુ છે. હવે ફરી વાર PCB ના અધ્યક્ષે નિર્ણયને લઈ નિવેદન કર્યુ છે.

Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ
PCB chief Najam Shethi એ કર્યુ નિવેદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:19 AM

વનડે વિશ્વકપના શેડ્યૂલ જાહેર થવાને લઈ રાહ જોવાઈ રહી છે. આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે. આ માટે BCCI દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. પરંતુ શેડ્યૂલ ફાઈનલ થાય એ પહેલા જ પાકિસ્તાન તેની આદત પ્રમાણે નિવેદન બાજી કરીને સમસ્યાઓ સર્જી રહ્યુ છે. પાકિસ્તાન પહેલા ભારતમાં પોતાની સિક્યુરીટી ટીમ મોકલીને સ્થળ પસંદ કરવાની વાત કરી રહ્યુ હતુ. હવે ફરી પાછુ ભારત આવવાને લઈ PCB નહીં પણ પાકિસ્તાનની સરકાર નિર્ણય કરશે એવી વાતો કરવા લાગ્યુ છે. આ પ્રકારની નિવેદન બાજી હવેના સમયે કરીને પાકિસ્તાન વિશ્વકપ પહેલા ચર્ચાઓ બનાવી રહ્યુ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાને લઈ સવાલના જવાબમાં નજમ સેઠીએ પાકિસ્તાનના ભારત પ્રવાસને લઈ અનિશ્ચિતતા હોવા જેવી વાત કરી દીધી હતી. આ પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, એશિયા કપની તારીખો નક્કી થઈ ચુકી છે, અને જેને લઈ હવે પરિસ્થિતી થાળે પડી રહી હોવાનુ લાગી રહ્યુ હતુ. પરંતુ આ દરમિયાન જ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ જે શબ્દો કહ્યા છે, તેનાથી હવે મામલો ફરી એક વાર ગૂંચવાય એવી સ્થિતી પેદા કરી છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

નવા નિવેદનથી હડકંપ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ હાલમાં જ એક નિવેદન આપ્યુ છે. આ નિવેદન બાદ ફરી એકવાર ગુંચવણ ઉભી કરવાની સ્થિતી સર્જી દીધી છે. ભારતીય ટીમ માટે હાઈબ્રીડ મોડલના ઈન્કાર કરવા દરમિયાન થયેલા નિવેદનની જેમ જ ફરી એજ સૂર સેઠીએ નિકાળ્યા છે. BCCI એ હાઈબ્રીડ મોડલ અપનાવવાથી ઈન્કાર કરી દીધો હતો, જે મોડલ મુજબ ભારતીય ટીમની મેચને પાકિસ્તાનની બહાર રમાડવાની વાત કરવામાં આવી હતી.

હવે નજમ સેઠીએ પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસને લઈ PCB નહીં પરંતુ પાકિસ્તાન સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. જોકે આવી વાત તેઓ અગાઉ પણ કરી ચુક્યા છે, પરંતુ હવે શેડ્યૂલ જારી થવાના સમયે જ્યારે સ્થિતી શાંત છે ત્યારે જ સેઠીએ આ શબ્દો કહ્યા છે. તેઓએ કહ્યુ હતુ કે, ભારત જઈને વિશ્વ કપ રમવો એ એમની સરકારનો નિર્ણય હશે. વિશ્વકપમાં રમવા માટે ભારત જવાને લઈને પણ તેમણે સસ્પેન્શ બનાવતા હોય એમ વાત કરી હતી.

પાકિસ્તાન વિશ્વકપનો હિસ્સો નહીં બને?

જે રીતે PCB ના અધ્યક્ષે વાત કરી છે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. સેઠીએ કહ્યુ હતુ કે, BCCI કે PCB ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં નિર્ણય કરતી નથી. નિર્ણય સરકારનો હોય છે. આમ અમારો ભારત જઈને રમવાને લઈ અંતિમ નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવશે. આગળ પણ કહ્યુ હતુ કે, જેમ ભારત સરકાર નિર્ણય કરે છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં એવી જ રીતા પાકિસ્તાન સરકારનો નિર્ણય રહેશે કે, અમે ભારત જઈને રમીશુ કે નહીં.

અમદાવાદમાં રમવાને લઈને અગાઉ પાકિસ્તાન સવાલો કરી ચુક્યુ છે. આ દરમિયાન આ અંગેનો સવાલ થતા સેઠીએ બતાવ્યુ હતુ કે, પહેલા એ તો ફાઈનલ થઈ જવા દો કે, અમે વિશ્વ કપ રમવા માટે ભારત જઈ રહ્યા છે કે નહીં. એક વાર આ અંગેનો નિર્ણય થઈ જાય ત્યાર બાદ અમે અમદાવાદમાં રમવાને લઈ નિર્ણય કરીશું.

આ પણ વાંચોઃ  Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસ વિસ્તારમાં પોણા ચાર ઈંચ વરસાદ, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">