અમરેલીઃ રાજુલામાં રખડતા ઢોરે અડફેટે સર્જાયો અકસ્માત, CCTV સામે આવ્યા, જુઓ Video
અમરેલીના રાજુલામાં ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડથી આવતા બાઈક ચાલકે રસ્તા પર બેઠેલા ઢોરની અડફેટે આવ્યો હતો. આ સમગ્ર ઘટના જાફરાબાદ રોડ પર બની હતી. અકસ્માતના CCTV સામે આવ્યા છે.
રાજ્યમાં અકસ્માતની અવારનવાર બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અકસ્માતની ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના રાજુલામાં ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડથી આવતા બાઈક ચાલકે રસ્તા પર બેઠેલા ઢોરની અડફેટે આવ્યો હતો.
આ સમગ્ર ઘટના જાફરાબાદ રોડ પર બની હતી. અકસ્માતના CCTV સામે આવ્યા છે. જો કે બાઈક સવાર ઢોરની અડફેટે આવતા તે ઈજાગ્રસ્ત થયો છે. જો કે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ આ અગાઉ પંચમહાલમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 5ના મોત થયા છે. ગોધરાના ગોલ્લવ પાસે સર્જાયો જોરદાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનાસ્થળે 4ના મોત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન 1નું મોત થયુ છે. ઇજાગ્રસ્તોને ગોધરા બાદ અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું છે.
Latest Videos
Latest News