AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચના દહેજમાં ક્રૂડની પાઇપલાઇનમાં આગ ખાનગી ખોદકામના કારણે લાગી હતી : ONGC

ભરૂચ : દહેજના જોળવા ગામ નજીક ક્રુડબી પાઇપલાઈનમાં આગ લાગવાની ઘટનામાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ઘટના બાદ ઓએનજીસીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપની અનુસાર ત્વરિત પગલાં ભરવાથી જાનમાલ અને આર્થિક નુકસાન ટાળી શકાયું છે.

ભરૂચના દહેજમાં ક્રૂડની પાઇપલાઇનમાં આગ ખાનગી ખોદકામના કારણે લાગી હતી : ONGC
| Updated on: Dec 05, 2023 | 6:01 AM
Share

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રુડબી પાઇપલાઈનમાં આગ લાગવાની ઘટનામાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ઘટના બાદ ઓએનજીસીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપની અનુસાર ત્વરિત પગલાં ભરવાથી જાનમાલ અને આર્થિક નુકસાન ટાળી શકાયું છે.

ONGC નું સત્તાવાર નિવેદન

ONGC એ નિવેદન કે ONGC અને GIDC ફાયર યુનિટ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. GGS જોલવા થી GGS દહેજ વચ્ચેની 8 ઇંચની ઓઇલ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળવાની ઘટનામાં ઇજાઓ અથવા સંપત્તિને  નુકસાન ટાળી શકાયું હતું.

ઘટના સોમવારે બપોરે બની હતી જેમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો નજરે પડ્યા હતા. આગના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તેની તપાસ બાદ આ ઓએનજીસીની પાઇપલાઇનમાં આગની ઘટના બની હતી.

ખાનગી ખોદકામથી પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું : ONGC

આ મામલાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી પક્ષ દ્વારા પાઇપલાઇનની આજુબાજુ ખોદકામ કરવામાં આવ્યું હતું અને પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે પાઈપલાઈનને નુકસાન થવાથી ઓઈલ લીકેજ થયું હતું.

વરિષ્ઠ અધિકારીઓની ટીમે વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ હેતુ માટે રચવામાં આવેલી પ્રાથમિક તપાસ સમિતિ દ્વારા મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સપાટી ઉપર તરતા તેલના લેયરને ઉપાડવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ અગ્રતાના આધારે હાથ ધરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે.

સોમવારે આગની ઘટના બની હતી

સોમવારે ઓએનજીસીની પાઇપલાઇનમાં આગની ઘટના બની હતી. ફાયરફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો : ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">