Banaskantha : બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં શંકર ચૌધરીએ જાહેર કર્યો દૂધમાં કિલો દીઠ ભાવ વધારો, જુઓ Video
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો. ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે.
બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો. ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે. ગત વર્ષે પશુપાલકોને ₹1932 કરોડ ચૂકવાયા હતા. આ વર્ષે ₹1973 કરોડ પશુપાલકોને ચૂકવાશે. 22 ટકા લેખે પશુપાલકોને ભાવ વધારાનો લાભ મળશે. ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનીંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે.
બનાસ ડેરીની મળી 56 સાધારણ સભા
બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 19 હજાર કરોડ છે. 5 લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે જોડાયેલા છે. બનાસ ડેરીના 1.8 લાખ જેટલાં શેર ધારકો છે. આશરે 1200 ગામોમાં સહકારી દૂધ મંડળીઓ અમૂલ, સાગર, બનાસ નામ હેઠળ ઉત્પાદન કરે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે. ડેરીમાં દિવસનું 73 લાખ લીટર દૂધ આવે છે. બનાસ મેડિકલ કોલેજની સ્થાપના અને સંચાલન કરવામાં આવે છે. પશુપાલકોના બાળકોને માત્ર 50 ટકા ફીમાં અભ્યાસની સુવિધા આપવામાં આવે છે.