Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ત્રણ દિવસ સુધી કરી માવઠાની આગાહી-Video

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. જેના કારણે જીરાના પાકમાં કાળિયો રોગ આવી જવાની શક્યતા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2025 | 5:20 PM

રાજ્યમાં વધુ એક માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઈયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે.

રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર , અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ તરફ રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની શક્યતા નહિવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે પરંતુ રાજ્ય પર તેની કોઈ અસર નહીં જોવા મળે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમ પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે.

Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?
Divorce Process : કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?
એક માત્ર દેશ જે રમઝાન મહિનામાં નથી રાખતો રોઝા ? જાણો કારણ
કરોડોના માલિક ઈરફાન પઠાણને BCCI કેટલું પેન્શન આપે છે?
ભારતના 10 સૌથી અમીર શહેરોમાં છે ગુજરાતનું આ શહેર, જુઓ List
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">