રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે, અલગ અલગ ત્રણ તબક્કામાં કામ કરાશે તંત્ર, જુઓ Video
રાજકોટના જિલ્લા વહીવટી અધિકારી તંત્ર દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા છે.તેને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૂલ 2000 જેટલી મિલકતોની ઓળખ કરવામાં આવી છે અને ટુંક સમયમાં આ મિલકતોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

દબાણો હટાવવાની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.સૌ પ્રથમ તેમને નોટિસ આપીને આ દબાણ કાયદેસર રીતે દૂર કરવાના થાય છે તે અંગેની જાણ કરવામાં આવશે. જે પછી તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રની તૈયારી છે.તેમ છતા જો કોઇ વ્યક્તિ દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો જલ્દીમાં જલદી જ ડિમોલીશનની કામગીરી કરવામાં આવશે.
મહત્વનું છે કે રાજ્ય સરકારને ધાર્મિક દબાણોને લઇને કોર્ટ દ્વારા તેની ઓળખ કરવાનો આદેશ આપવામાં આવેલો છે.જે પછી સરકાર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું સામે આવ્યુ છે.તાજેતરમાં જ રાજકોટથી જૂનાગઢ જે સિક્સ લેન હાઇવે થઇ રહ્યો છે.તેમાં રસ્તામાં અડચણરુપ બેથી ત્રણ મંદિરો આવેલા છે, તેને પણ તોડી પાડવામાં આવ્યા છે.રાજકોટના ન્યારા નજીકના એક આશ્રમને પણ નોટિસ આપી દેવામાં આવી છે.