Rain : અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભિલોડામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નડ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભિલોડામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નડ્યો છે. રિટોડા, ધોલવાણી, મોહનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. પતરાના શેડ ઉડી ગયા છે. મોટાભાગના વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ભર ઉનાળે વરસાદ ખાબકતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાકને નુકસાન જવાની ભીંતિ છે.
ઈડરમાં ટ્રાફિક જામ !
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ઈડરમાં રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાયા છે. જેના કારણે તેને બંધ કરવામાં આવ્યો છે. ઈડરમાં કમોસમી વરસાદ ખાબકતા હિંમતનગર-અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. ઈડરના રેલવે અંડર બ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા છે. રવિવારે અંબાજી અને ખેડબ્રહ્મા જતાં શ્રદ્ધાળુઓનો મોટો ધસારો છે. સ્ટેટ હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
