Amreli: ચલાલા ગામે પીવીસી પાઈપથી બનેલી ગનમાં ધડાકો થતા બાળકની આંખમાં આવી ગંભીર ઈજા- જુઓ Video
અમરેલીના ચલાલા ગામે PVC પાઈપથી બનેલી રમકડાની બંદૂક ફાટતા એક બાળકને આંખમાં ગંભીર ઈજા થઈ. દિવાળીના તહેવારોમાં આવી જીવલેણ ઘટનાઓ ટાળવા માતાપિતાએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે.
દિવાળીના તહેવારોમાં બાળકોનું રાખો ધ્યાન. અમરેલીના ધારીમાં બંદૂકની દુર્ઘટનાએ ચિંતા ઉપજાવી છે. ચલાલા ગામમાં પીવીસી પાઈપથી બનાવેલી બંદૂક બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે. પીવીસી પાઈપમાં કાર્બન પાવડર અને ફટાકડાના દારૂ વડે બનેલી આ બંદૂક રમતા રમતા ધડાકો થયો. ધડાકામાં બાળકની એક આંખમાં ગંભીર ઈજા આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળકો રમતા દેખાય છે અને અચાનક ધડાકો થતા દોડધામ મચી જાય છે.
ઈજાગ્રસ્ત બાળકને પહેલા ચલાલા અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. દિવાળીની મજા જીવલેણ સાબિત ન થાય તે માટે વાલીઓએ સજાગ બનવાની જરૂર છે.