વડોદરા: પાદરા APMCમાં ભાજપને મોટો ફટકો, તમામ 10 ઉમેદવારોની હાર- Video
વડોદરાના પાદરા APMCની ચૂંટણીમાં ભાજપને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ખેડૂત સહકાર પેનલ, જેમાં પ્રવીણસિંહ સિંધા અને ભીખાભાઈ પટેલ સ્વામીનો સમાવેશ થાય છે, તેણે તમામ 10 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે
વડોદરા પાદરા APMCની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું ગઇકાલે મતદાન યોજાયું હતું. ભાજપ પ્રેરિત પેનલમાંથી 14 ઉમેદવારી પત્રો ભરાયા. જ્યારે ભીખાભાઈ પટેલ સ્વામી તેમજ પ્રવીણસિંહ સિંધા પ્રેરિત પેનલમાંથી 17 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપ સામે ભાજપના જ ઉમેદવારોની પેનલ બનતા ખળભળાટ મચ્યો હતો.
પ્રવીણ સીધા અને ભીખા સ્વામીની ખેડૂત સહકાર પેનલ તમામ 10 બેઠકો પર જીત મેળવી છે. ભારે રસાકસી વચ્ચે, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓની રેસ બાદ, ખેડૂત સહકારના ઉમેદવારો સ્પષ્ટ વિજેતા બન્યા. આ પરિણામો સ્થાનિક રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર અને નવા વિકાસ માટે સંકેત આપી રહ્યાં છે.