હર્ષ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા.જ્યાં તેમણે 4 કરોડનાં ખર્ચે બનેલાં સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે, લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી ચૂંટાયેલી સરકારે આ સુવિધા આપી છે. વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં નિવેદન બાદ.છેલ્લા ઘણા સમય થી ગુજરાતમાં પોલીસનાં પટ્ટાની રાજનીતિ સક્રિય થઈ છે. ત્યારે મેવાણીનાં જ મતવિસ્તારમાં જઇને હર્ષ સંધવીએ નામ લીધા વગર કટાક્ષ કર્યો. ગુજરાત પોલીસની ડ્રગ્સ પકડવાની કામગીરી અંગ હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસે રાજ્ય બહાર અને જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠાનમાં નાયબ સીએમ હર્ષ સંઘવીએ નામ લીધા વિના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર કટાક્ષ કર્યો.કહ્યું, ગુજરાત પોલીસે પંજાબ અને બંગાળમાંથી પણ ડ્રગ્સ ઝડપ્યુ છે, જેથી હું તમારી સમસ્યા સમજી શકું છું.જાહેર જીવનમાં આક્રોશમાં આવ્યા વગર રજૂઆત કરવાની અપીલ પણ કરી. મહત્વનું છે કે વડગામમાં હર્ષ સંઘવીએ 4 કરોડનાં ખર્ચે બનેલાં સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું હતું.