દાહોદના રતનમહાલના જંગલમાં વાઘની એન્ટ્રી બાદ. તેના સંવર્ધન માટેના પ્રયાસો હાથ ધરાયા છે. છેલ્લા 9 મહિનાથી નર વાઘે દાહોદના રતનમહાલ અભ્યારણ્યને તેનું રહેઠાંણ બનાવ્યું છે. અને તેની સાથે જ. સિંહ, દિપડા અને વાઘ એમ ત્રણેય શિકારી પ્રાણી ધરાવતું. ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે. ત્યારે હવે વાઘના સંવર્ધન અને વસતી વધારવા માટે. રાજ્ય સરકારે મધ્યપ્રદેશ સરકાર સાથે સંકલન કરી એક અનુભવી ટીમને કાર્યરત કરી છે. ગુજરાતમાં વાઘની વસતી વધારવા માટે. મધ્યપ્રદેશમાંથી વાઘની એક જોડી લાવવા પણ પ્રયાસો હાથ ધરાયા છે. આ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનું પણ માર્ગદર્શન લેવાઈ રહ્યું છે. હાલ રતનમહાલમાં રહેલા વાઘ માટે વન વિભાગ દ્વારા પાણીની પૂરતી સુવિધા ઊભી કરાઈ છે. તો શિકાર માટે પૂરતા તૃણભક્ષી પ્રાણીઓ છે કે નહીં તેનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.