Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ, આડેધડ બાંધકામોની મંજૂરી આપી દેતા એસ્ટેટ વિભાગ સામે સવાલ- Video
અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્ષ 2017માં વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યુ છે અને વર્લ્ડ હેરિટેજ સિટી મળ્યો છે. પરંતુ લાગે છે કે અમદાવાદનું એસ્ટેટ વિભાગ અમદાવાદની હેરિટેજ સિટીની ઓળખને ભૂંસી નાખવા માગે છે, કારણ કે એક હેરિટેજ સિટીની અને હેરિટેજ સ્થાપત્યો, સ્થળોની જે પ્રકારે જાળવણી અને માવજત થવી જોઈએ તે થઈ રહી નથી. સૌથી વધુ ચોંકાવનારી […]
અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્ષ 2017માં વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યુ છે અને વર્લ્ડ હેરિટેજ સિટી મળ્યો છે. પરંતુ લાગે છે કે અમદાવાદનું એસ્ટેટ વિભાગ અમદાવાદની હેરિટેજ સિટીની ઓળખને ભૂંસી નાખવા માગે છે, કારણ કે એક હેરિટેજ સિટીની અને હેરિટેજ સ્થાપત્યો, સ્થળોની જે પ્રકારે જાળવણી અને માવજત થવી જોઈએ તે થઈ રહી નથી.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે જમાલપુર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક એક વાવ આવેલી હતી. જમાલપુરમાં આવેલી એક અત્યંત પ્રાચીન વાવ હાલ સિટી સરવેના નક્શામાં તો બતાવે છે પરંતુ તે વિસ્તારમાં હાલ વાવનું નામો નિશાન નથી. શહેરના ઐતિહાસિક વારસાને જાળવવા મામલે તંત્ર કેટલુ ગંભીર છે તે આના પરથી જ જણાઈ આવે છે. આખેઆખી એક ઐતિહાસિક વાવ જ ગાયબ થઈ ગઈ છે. આ વાવની નજીકમાં આવેલ ઐતિહાસિક હનુમાન મંદિર પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. તેની પણ તંત્ર દ્વારા કોઈ જાળવણી કરવામાં આવતી નથી. મંદિરમાં રહેલી પ્રાચીન મૂર્તિની પણ કોઈ જ જાળવણી થઈ રહી નથી. ત્યારે હદ તો એ છે કે હાલ તે નશેડીઓનો અડ્ડો બની ગયુ છે. મંદિરમાં હનુમાનજીની પ્રાચીન ન
સિટી સરવેના નકશામાં સર્વે નંબર 1759માં એક પ્રાચીન હનુમાન મંદિર હોવાનો અને સર્વે નંબર 1760માં પ્રાચીન વાવ હોવાનો ઉલ્લેખ છે. પરંતુ આજે ત્યાં માત્ર મંદિર જ નજરે પડે છે, અને જે નકશામાં પ્રાચીન વાવ દર્શાવાઈ હતી ત્યાં બાંધકામ ઉભા કરી દેવાયા છે. ત્યારે મનપાનું એસ્ટેટ વિભાગ કઈ રીતે આડેધડ મંજૂરીઓ આપી દે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે અને તેમના જ પાપે આજે નક્શામાં દેખાઈ રહેલી વાવ જમીન પર વાસ્તવિક સ્થિતિમાં ઉપલબ્ધ જ નથી કારણ કે આડેધડ બાંધકામો ઉભા કરી દેવાયા છે. આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ સવાલ ઉઠાવ્યા છે.
સૌથી મોટો સવાલ તો એ છે કે શું તંત્ર હવે તે ઐતિહાસિક વાવને શોધીને ભૂતકાળ બનાવી દેવાયેલી એ ઐતિહાસિક ધરોહરને તેનુ સન્માન પાછુ અપાવશે?
Input Credt- Jignesh Patel- Ahmedabad