ભાવનગર: મનપા સંચાલિત ઢોરવાડામા અબોલ પશુઓની દુર્દશા, ટપોટપ મરી રહી છે ગાયો-Video
ભાવનગર મનપા સંચાલિત ઢોરવાડાઓમાં પશુઓની દુર્દશા સામે આવી છે. ચિત્રા સહિતના ઢોરવાડામાં છેલ્લા 11 દિવસમાં 38 અને એક વર્ષમાં 422 પશુઓના મોત થયા છે. વિપક્ષે મનપાના અણઘડ વહીવટને જવાબદાર ઠેરવ્યો છે.
ભાવનગરમાં મનપા સંચાલિત પશુવાડાઓમાં ઢોર મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે..ભાવનગર કોર્પોરેશનના ચિત્રા ખાતે આવેલા પશુવાડામાં ટપોટપ પશુઓ મરી રહ્યા છે..જાન્યુઆરી મહિનામાં છેલ્લા 11 દિવસમાં 38 પશુના મોત થયા છે અને છેલ્લા એક વર્ષમાં 422 પશુઓના મૃત્યુ નીપજ્યા છે. ભાવનગર કોર્પોરેશન સંચાલિત અખિલેશ સર્કલ, બાલા હનુમાન, ચિત્રા અને કુંભારવાડા ખાતે પશુવાડામાં અંદાજે 2 હજાર 400 જેટલા રખડતા ઢોરને નિભાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખાસ કરીને ચિત્રા ખાતેના પશુવાડામાં રોજના પશુઓ મરી રહ્યા છે. ત્યારે વિપક્ષે પણ સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે..પશુઓના મોત મામલે વિપક્ષનો આક્ષેપ છે કે કોર્પોરેશનના સત્તાધીશોના અણઘડ વહીવટના કારણે અબોલા જીવ મોતને ભેટી રહ્યા છે
પશુઓના મોત અંગે મનપાનો દાવો છે કે રખડતા ઢોરે અગાઉ ખાધેલા એઠવાડાના કારણે તેમની પાચનશક્તિ નબળી પડે છે અને પ્લાસ્ટિક સહિતનો કચરો ખાવાથી પણ પશુઓના મોત થયા છે. ચિત્રાવાડા ઢોરડબ્બામાં પશુના પેટમાંથી પ્લાસ્કિટનો મોટો જથ્થો નીકળ્યો હતો..મેયરે પશુપાલકો અને લોકોને જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાંખવા આપીલ કરી છે.