ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, લોકાર્પણ પહેલા બ્રિજે લીધી જળ સમાધિ- જુઓ Video
પંચમહાલ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ શહેર અને હાલોલ તાલુકામાં વરસ્યો છે. શહેરા તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે હાલોલ તાલુકામાં પણ 4.30 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.
જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમા શહેરા ભાગોળ વિસ્તારમાં રેલવે ફાટક પર નિર્માણાધિન અંડર બ્રિજ જળમગ્ન થયો છે. આ બ્રિજ બનીને તૈયાર હતો. માત્ર લોકાર્પણ બાકી હતી. બ્રિજનું કામ પૂર્ણતાના આરે હતુ. એવા સમયે આ બ્રિજ જળમગ્ન બન્યો છે. બંને સાઈડથી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાને કારણે અહીં આ સ્થિતિ નિર્માણ પામી છે.
હજુ બ્રિજ નિર્માણાધિન છે ત્યાં આ સ્થિતિ છે, પાણીના નિકાલની વ્યવસ્થા નથી, વરસાદી પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે, જેને લઈને આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે બ્રિજના લોકાર્પણ બાદ તેને ઉપયોગ માટે ખુલ્લો મુકાશે તો કેવી સ્થિતિનું નિર્માણ થશે તે મોટો સવાલ છે. સત્તાધિશો પાણીના નિકાલના મસમોટા દાવા તો કરે છે પરંતુ છેલ્લા 4 વર્ષથી બની રહેલો બ્રિજ પાણીના કારણે જ નથી બની રહ્યો તે સ્પષ્ટ થયુ છે.
Input Credit- Nikunj Patel- Panchmahal
અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
