Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના પગલે સફાળુ જાગ્યું અમદાવાદનું તંત્ર, 3 ગેમ ઝોન સીલ કરાયા, જાણો ક્યાં કયાં

રાજકોટના પગલે સફાળુ જાગ્યું અમદાવાદનું તંત્ર, 3 ગેમ ઝોન સીલ કરાયા, જાણો ક્યાં કયાં

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2024 | 1:33 PM

તંત્ર અને સરકાર દ્વારા કાગળ ઉપર સુરક્ષીત કહેવાય તેવા નિયમોને ટાંકવામાં આવે છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ કોણ કરાવે, કાગળ પરના નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી કોની વગેરે જેવા અણિયારા પ્રશ્ને એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. અને આખરે દર વખતે થાય છે તેમ બધુ ભૂલાઈ જાય અને ફરી જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે સરકાર અને તંત્ર, પેલા કાગળ પર લખેલા નિયમો અને કાયદાને લઈને સફાળુ જાગી ઉઠે છે.

રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ અને તેમાં બળીને ખાખ થયેલા 28 નાગરિકો બાદ, રાજ્ય સરકાર અને વિવિધ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. ગુજરાત સરકારે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. જેમને પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે. એક પછી એક ભયાનક દુર્ઘટના ઘટવા છતા, તેમાથી બોધપાઠ લઈને કોઈ કાયમી ઉપાય શોધવાને બદલે તંત્ર અને સરકાર દ્વારા થાગડથિગડ કરવામાં આવે છે. આવા જ એક થાગડથિગડના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા અનેક ગેમ ઝોન પૈકી ત્રણ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે.

તંત્ર અને સરકાર દ્વારા કાગળ ઉપર સુરક્ષીત કહેવાય તેવા નિયમોને ટાંકવામાં આવે છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ કોણ કરાવે, કાગળ પરના નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી કોની વગેરે જેવા અણિયારા પ્રશ્ને એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. અને આખરે દર વખતે થાય છે તેમ બધુ ભૂલાઈ જાય અને ફરી જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે સરકાર અને તંત્ર, પેલા કાગળ પર લખેલા નિયમો અને કાયદાને લઈને સફાળુ જાગી ઉઠે છે.

રાજકોટમાં બનેલા ભયાનક આગના કિસ્સામાં 28 માનવ જીંદગી હોમાઈ ગયા બાદ, રાજ્યભરના ગેમ ઝોનની કાયદેસરતા ચકાસવામાં તંત્ર કામે લાગ્યું છે. કાગળ પરના નિયમોનો અમલ ના હોય તેવા ગેમ ઝોનને બંધ કરાવવાનો દેખાડો તંત્ર કરી રહ્યું છે, સમય જતા સમગ્ર મામલો થાળે પડી જશે, તેમ લોકોનું માનવું છે.

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા, ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં આવેલ ગેમ ઝોનને સીલ કરી દેવાયા છે. જો કે મહાનગરપાલિકા દ્વારા ગેમ ઝોન- વેકેશન મેળા, ફન ફેર વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણીમાં કાગળ પરના નિયમોમાં સહેજ પણ કચાશ જણાશે તો તેને સીલ કરી દેવાની કામગીરી આદરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલ ગેમ ઝોન પાસે જરૂરી લાયસન્સ ના હોવાના કારણે સીલ કરી દેવાયા છે. જો કે આજે 27મી મેની રાત્રી સુધીમાં સીલ કરાયેલા ગેમ ઝોનનો આંકડો વધે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">