આગને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે થયો બંધ, ટેન્કર પલ્ટી જતાં લાગી હતી આગ, જુઓ વીડિયો
આગને પગલે હાલ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવેને બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતાં ફાયરની ટિમ તથા ડુંગરી પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. તો આ બનાવમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે સળગી જવાથી મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.
વલસાડના વાઘલધરા ગામ પાસે ટેન્કર પલટી જતાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ટેન્કર પાછળ ચાલતી વાન અને ટેન્કર સહિત 4 વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જે બળીને ખાખ થયા છે, તો ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે આગે બીજા વાહનોને પણ ઝપેટમાં લીધા હતા.
આગને પગલે હાલ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવેને બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતાં ફાયરની ટિમ તથા ડુંગરી પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. તો આ બનાવમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે સળગી જવાથી મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ટેન્કરમાં લાગેલી આગને કાબુમાં લેવાઇ છે. નવસારી અને વલસાડ જિલ્લાની ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે.
(With Input : Akshay Kadam)
આ પણ વાંચો ગુજરાતના વાતાવરણમા થશે જોરદાર ઉલટફેર! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો
Latest Videos
Latest News