Ahmedabad: કાંકરિયાને મળ્યુ મેટ્રો સ્ટેશન, પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ, જુઓ Video
અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરુ તો થઇ ગઇ હતી, જો કે કાંકરિયા વિસ્તાર મેટ્રો સ્ટેશનથી વંચિત હોવાથી લોકો તેનો લાભ લઇ શકતા ન હતા. હવે અમદાવાદ મેટ્રો રેલ સેવામાં વધુ એક સ્ટેશનનો ઉમેરો થયો છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન હવે મુસાફરો માટે કાર્યરત છે.
ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો (પૂર્વે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ ) એ ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેર વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલવે સેવા છે.આ મેટ્રો રેલવે સેવામાં વધુ એક સ્ટેશન ઉમેરાયુ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન શરુ થયુ છે.
અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરુ તો થઇ ગઇ હતી, જો કે કાંકરિયા વિસ્તાર મેટ્રો સ્ટેશનથી વંચિત હોવાથી લોકો તેનો લાભ લઇ શકતા ન હતા. હવે અમદાવાદ મેટ્રો રેલ સેવામાં વધુ એક સ્ટેશનનો ઉમેરો થયો છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન હવે મુસાફરો માટે કાર્યરત છે. કાંકરિયા સ્ટેશન પરથી મેટ્રો સેવા શરૂ થતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
મેટ્રોથી મુસાફરોને ટ્રાફિક સમસ્યાથી પણ મુક્તિ મળી છે. આ સ્ટેશન પરથી વિદ્યાર્થી, નોકરિયાત સહિત અનેક લોકોએ મેટ્રો સેવાની સફર માણી શકશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જેમાં 12 મિનિટની અવધિ પર ટ્રેન સેવાનું સંચાલન થાય છે.