Video : અમદાવાદના આ વિસ્તારમાં 400 પોલીસ જવાનો દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ, જાણો કારણ
રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જુહાપુરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદના જુહાપુરામાં પોલીસનું કોમ્બિંગ સામે આવ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો જુહાપુરા પહોંચ્યો છે. મહત્વનું છે કે, જેસીપી, 3 ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
નાના મોટા તમામ આરોપીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે. બુટલેગર અને અન્ય વોન્ટેડ આરોપીની ગતિવિધિ પર પણ નજર રકહવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગ રૂપે પોલીસનું કોમ્બિંગ શરૂ થયું છે. કોઈ પાસે હથિયાર મળી અસવશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કાવ્યમાં આવશે.
Published on: Dec 12, 2024 10:20 PM
Latest Videos