ભાજપે 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રીગણેશ કર્યા, અમદાવાદમાં ભાજપની શહેર કારોબારી બેઠક મળી

ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાનો ભાજપે સંકલ્પ કર્યો છે.ત્યારે અમદાવાદ જેવા મહાનગરોમાં એક પણ બેઠકનું નુકસાન ન થાય તે માટે ભાજપે કવાયત હાથ ધરી છે.

AHMEDABAD : ગુજરાત પ્રદેશ ભાજપે 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે અને રાષ્ટ્રીય એજન્ડા વિધાનસભા મતવિસ્તાર સુધી પહોંચાડવા માટે કારોબારી બેઠકોનું આયોજન કરાઇ રહ્યું છે.ત્યારે 16 વિધાનસભા બેઠકો ધરાવતા મેટ્રો સિટી અમદાવાદમાં ભાજપની શહેર કારોબારી બેઠક મળી.આ બેઠકમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓએ હાજરી આપી.ભાજપની શહેર કારોબારીમાં 2022ની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે.સાથે જ મતદારો સુધી પાર્ટીનો એજન્ડા પહોંચે અને શહેરની તમામ 16 બેઠકો કબજે કરવા ચિંતન કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાનો ભાજપે સંકલ્પ કર્યો છે.ત્યારે અમદાવાદ જેવા મહાનગરોમાં એક પણ બેઠકનું નુકસાન ન થાય તે માટે ભાજપે કવાયત હાથ ધરી છે.આ અંગે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું કે આ બેઠકમાં કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના જે કામો થયા અને અમદાવાદ મહાનગરપાલિકાના જે કામો થશે તે, તેમજ આગામી કાર્યક્રમો અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અને ચર્ચા થશે.

તો આ બેઠકમાં ભાગ લેવા પહોચેલા રાજ્યના આરોગ્યપ્રધાન તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમદાવાદ શહેર એક એવું મોટું શહેર છે, કે જેમાં સૌથી વધુ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. આથી ચૂંટણીમાં અમદવાદમાંથી સમગ્ર ગુજરાતમાં એક સંદેશો જતો હોય છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

આ પણ વાંચો : AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati