AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન

Ahmedabad police : પોલીસ પાર્ટી પ્લોટ, હોલ, મેદાન કે સોસાયટી સહિતના સ્થળે જ્યાં જ્યાં લગ્ન પ્રસંગ યોજાય ત્યાં સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં જઈને દેખરેખ રાખશે તેમજ પેટ્રોલિંગ પણ કરશે.

AHMEDABAD : લગ્ન  પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં  ઘડ્યો એક્શન પ્લાન
Theft on the occasion of marriage
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:59 PM

AHMEDABAD : વર્ષ 2021માં કોરોના સંક્રમણ ઘટતા તહેવારો અને લગ્ન પ્રસંગના માહોલ વચ્ચે લોકો મનમૂકીને બહાર ફરી રહ્યા છે. તો સાથે લોકો બહાર નીકળતા ચોરીની પણ ઘટના વધી છે. અને તેમાં પણ લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટના બનતી હોય છે. તેવામાં આ વર્ષે લગ્ન પ્રસંગને લઈને છૂટછાટ આપતા લોકો ઉત્સાહમાં ચૂક કરતા ચોરીની ઘટના બને તેવું પોલીસને લાગી રહ્યું છે. જેને લઈને પોલીસે આ વર્ષે લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટના અટકાવવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. જે પ્લાન પ્રમાણે પોલીસ કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

આ અંગે 26 નવેમ્બરને શુક્રવારે પોલીસ કમિશનર ઓફિસ ખાતે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં લગ્ન પ્રસંગમાં થતી ચોરીનો મુદ્દો ચર્ચાયો. જે બાદ તેના પર એક્શન પ્લાન બનાવવાના આવ્યો. આ એક્શન પ્લાન પ્રમાણે પોલીસ લોકોને જાગૃત કરવાના પ્રયાસ તો કરશે જ સાથે પોલીસ પાર્ટી પ્લોટ, હોલ, મેદાન કે સોસાયટી સહિતના સ્થળે જ્યાં જ્યાં લગ્ન પ્રસંગ યોજાય ત્યાં સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં જઈને દેખરેખ રાખશે તેમજ પેટ્રોલિંગ પણ કરશે. જેથી ચોરીનો ઘટનાને રોકી શકાય.

લગ્ન પ્રસંગ પહેલા પરિવાર પોલીસને પ્રસંગ અંગે જાણ કરે તેવી પણ અપીલ કરી કિંમતી વસ્તુઓ કેવી રીતે સાચવવી તેની પણ સમજ આપશે. તેમજ CCTV મારફતે પણનજર રાખશે. જેથી ચોરીની કોઈ ઘટના ન બને અને ઘટના ન બને તો તે ચોરને પકડી શકાય.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દિવાળી બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લગ્ન પ્રસંગનો માહોલ છે. જે મહિના દરમિયાન પોલીસ વધુ એક્શનમાં દેખાશે. તેમજ શંકાસ્પદ વ્યક્તિની માહિતી પોલીસ આવા પરિવાર પાસેથી એકઠી કરશે. જેથી તેના પર નજર રાખી શકાય અને ચોરીની ઘટના બન્યા પહેલા ચોરને પકડી શકાય.

પોલીસ તો તેમના બનતા પ્રયાસ કરી રહી છે. પણ લગ્ન પ્રસંગમાં જનાર તમામ વ્યક્તિએ પણ જાગૃત બની પોતાનું અને કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. જેથી તેમની સાથે ચોરીની કોઈ ઘટના ન બને.

આ પણ વાંચો : સરકારના પ્રયાસોને સાકાર કરી રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂતોની આવક વધારવામાં થશે મદદરૂપ

આ પણ વાંચો : ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’, ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ

g clip-path="url(#clip0_868_265)">