અમદાવાદઃ ઘાટલોડીયા વિધાનસભા માટે મહેસુલ વિભાગનો મોટો નિર્ણય, દસક્રોઇના પાંચ ગામનો સમાવેશ

અમદાવાદઃ ઘાટલોડીયા વિધાનસભા માટે મહેસુલ વિભાગનો મોટો નિર્ણય, દસક્રોઇના પાંચ ગામનો સમાવેશ

Jignesh Patel
| Edited By: | Updated on: Aug 26, 2022 | 11:27 PM

દસક્રોઈના પાંચ ગામને ઘાટલોડિયામાં  (Ghatlodiya Ward ) સમાવાતા મુખ્ય પ્રધાનના વિસ્તારમાં  વહીવટી કામગીરી સરળ બનશે. તેમજ  લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ઘુમા ગામના રહેવાસીઓને  રેવન્યૂ કચેરીના કામ માટે પણ સુવિઘા ગોતમાં મળી  રહેશે.  

રાજ્યમાં ચૂંટણી (Election) પહેલા ઘાટલોડિયા તાલુકામાં દસક્રોઈ તાલુકાના (Daskroi) પાંચ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત દસક્રોઈના લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ઘુમા ગામ (Ghuma) ઘાટલોડિયામાં સમાવેશ પામ્યા છે. આ નિર્ણય અંતર્ગત હવે દસક્રોઈ તાલુકાના પાંચ ગામોને પ્રાંત કચેરીના કામ માટે 35 કિલોમીટર દૂર જવું પડશે નહીં અને  તેમના નાણા અને સમયની  બચત થસે. આ નિર્ણય અંતર્ગત હવે આ ગામના લોકોને રેવન્યૂ કામ માટે ગોતાની કચેરીનો ઉપયોગ કરી શકશે.

મુખ્યપ્રધાનના વિસ્તારમાં વહીવટી કામગીરી સરળ બનાવવા લેવાયો નિર્ણય

દસક્રોઈના પાંચ ગામને ઘાટલોડિયામાં  (Ghatlodiya Ward ) સમાવાતા મુખ્ય પ્રધાનના વિસ્તારમાં  વહીવટી કામગીરી સરળ બનશે. તેમજ  લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ઘુમા ગામના રહેવાસીઓને  રેવન્યૂ કચેરીના કામ માટે પણ સુવિધા ગોતામાં મળી  રહેશે.

 

g clip-path="url(#clip0_868_265)">