Ahmedabad : વ્યાજખોરોનો ત્રાસ વધ્યો, ઘાટલોડિયામાં પોલીસ કર્મીને રોકીને ધમકી આપી
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વ્યાજખોરોનો(Money Lenders)ત્રાસ સતત વધી રહ્યો છે..તેવામાં ઘાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોર દ્વારા વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે એક પોલીસકર્મીને (Police) રસ્તા વચ્ચે રોકી ધમકીઓ આપી વિડીયો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વ્યાજખોરોનો(Money Lenders)ત્રાસ સતત વધી રહ્યો છે..તેવામાં ઘાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોર દ્વારા વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે એક પોલીસકર્મીને (Police) રસ્તા વચ્ચે રોકી ધમકીઓ આપી વિડીયો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ હિતેષ દેસાઈ અને અલ્પેશ દેસાઈ છે. આ આરોપીઓની હિંમત એટલી કે રસ્તા વચ્ચે એક પોલીસકર્મીને રોકીને ધમકીઓ આપી હતી.
હિતેષ દેસાઈએ નરેશ દેસાઈની બાઈકની ચાવી કાઢી લીધી હતી
આ ઘટનાની વિગતવાર વાત કરીયે તો ઘાટલોડિયામાં રહેતા અને એસ.જી 2 ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ દેસાઈ ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે તેઓનાં ઘરથી ત્રીજા નંબરનાં મકાનમાં રહેતા હિતેશ દેસાઈએ નરેશ દેસાઈની મોટર સાયકલ ઉભી રખાવી હતી. જે સમયે હિતેષ દેસાઈનો ભાઈ અલ્પેશ દેસાઈ અને માતા ચંપાબેન દેસાઈ ત્યાં આવી ગયા હતા અને પોલીસકર્મીને તારા સાઢુ બાબુભાઈનાં દિકરા યશને મારા ભાઈ વિજયે વ્યાજે રૂપિયા આપ્યા છે, જે રૂપિયાના જામીન તમે થઈ જાઓ.. જેથી નરેશ દેસાઈએ આ મામલે પોતાને કઈ લેવા દેવા નથી જેમ જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને ગંદી ગાળો આપી હતી. જે સમયે હિતેષ દેસાઈએ નરેશ દેસાઈની બાઈકની ચાવી કાઢી લીધી હતી અને પોલીસકર્મીને ફસાવવા માટે વિડીયો ઉતાર્યો હતો.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી
જેમાં આરોપી હિતેષ દેસાઈએ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કરી પોતે પોતાની જાતે પોતાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને ઘરની સામે આવેલા મકાનની જાળીએ પોતાનુ માથુ પછાડી નરેશ દેસાઈને તારો ભાણીયો મારા ભાઈના વ્યાજનાં પૈસા નહી આપે તો તને ખોટા કેસમા ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ તેવી ધમકી આપી હતી.. આ મામલે હેડ કોન્સ્ટેબલ નરેશ દેસાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીના ભાઈ વિજય દેસાઈએ પોલીસકર્મીનાં ભત્રીજાને વ્યાજે 2 લાખ 80 હજાર રૂપિયા આપ્યા હતા જેની ઉઘરાણી માટે આરોપીઓએ પોલીસકર્મીને ધમકી આપી હતી.
જેમાં અત્યાર સુધી વ્યાજનાં વિષ ચક્રમા સામાન્ય વેપારીઓ હોમાતા હતા, જોકે આ વખતે એક પોલીસકર્મીને આ પ્રકારે ધમકી આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ઘાટલોડિયા પોલીસે આ ગુનામા સામેલ આરોપીઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે.. જોકે આ ઘટનામાં પૈસા આપનાર અને પૈસા લેનાર બંને કોઈ રોલ ન હોવાનું સામે આવ્યું છે.. જેથી પોલીસ પકડાયેલા આરોપીઓએ અગાઉ કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે..