Ahmedabad: DEO કચેરીની તમામ કામગીરી કરાઈ ઓનલાઈન, જોકે શિક્ષણ હજુ ઓફલાઈન

રોજિંદી કામગીરી ઈ-મેઈલ અને ઓનલાઈન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદ પણ ઓનલાઈન ઈ-મેઈલથી જ સ્વીકારવામાં આવશે. આ માટે જે ઓફિશિયલ ઈ-મેઈલ હોય તેના પર વાલીઓ ફરિયાદ કરી શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:18 PM

અમદાવાદમાં કોરોના (Corona)ના વધતા કેસોને પગલે DEO દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની DEO કચેરી (DEO office)ઓની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય DEO કચેરીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારી કચેરીઓ (Government offices)માં કામગીરીમાં તકેદારી રાખવાનું શરુ કરાયુ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે લોકોનો ધસારો અટકાવવા મોટાભાગની કામગીરી ઓનલાઈન શરૂ કરાઈ છે. જેના કારણે અરજદારોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં દરેક ટેબલ પર સેનેટાઈઝર અને માસ્ક સહિતની તકેદારીનું કડક પાલન કરવા સૂચના અપાઈ છે. ખાસ કરીને અરજદારોનો ધસારો રોકવા માટે મોટાભાગની તમામ કામગીરી ઓનલાઈન થાય તેવા પ્રયાસો વધારી દેવામાં આવ્યા છે. જરૂર હોય ત્યારે ઈ-મેઈલ અથવા શાળા વિકાસ સંકુલના વોટ્સએપ ગ્રૂપમાં માહિતીની આપ-લે કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

રોજિંદી કામગીરી ઈ-મેઈલ અને ઓનલાઈન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદ પણ ઓનલાઈન ઈ-મેઈલથી જ સ્વીકારવામાં આવશે. આ માટે જે ઓફિશિયલ ઈ-મેઈલ હોય તેના પર વાલીઓ ફરિયાદ કરી શકશે.

એક તરફ અમદાવાદની DEO કચેરીઓની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાના વિસ્ફોટ વચ્ચે શિક્ષણ વિભાગે ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઈન કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે બાળકોને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચોઃ CORONA : રાજ્યમાં નિયંત્રણો વધશે, સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છૂટછાટ ઘટી શકે છે

આ પણ વાંચોઃ GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">