AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:54 AM
Share

તજજ્ઞોના પ્રારંભિક અભ્યાસમાં સામે આવ્યું છે કે જિનોમ સિકવન્સિંગમાં ડેલ્ટા વેરિઅન્ટનું પ્રમાણ 69 ટકાથી ઘટીને 47 ટકા થઈ ગયું હતું. જ્યારે ઓમિક્રોનનું પ્રમાણ 12 ટકાથી વધીને 48 ટકાને પાર કરી ગયું છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ 1 ડિસેમ્બરે નોંધાયો હતો.

રાજ્યમાં (Corona)કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટને માથું ઉચક્યું છે. ડેલ્ટા (Delta) કરતા વધુ ઝડપથી ઓમિક્રોન ફેલાવવાનો શરૂ થઈ ગયો છે. રાજ્યમાં 37 દિવસમાં સત્તાવાર રીતે ભલે ઓમિક્રોનના 201 જ કેસ નોંધાયા હોય પણ નવા વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડનો (Community spread) તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. આફ્રિકાથી આવેલા ઓમિક્રોને પહેલાથી જ અહીં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને પાછળ ધકેલ્યો છે. જો ત્રીજી લહેરમાં ઓમિક્રોન અને ડેલ્ટા સહિતના વેરિઅન્ટમાં (Variant) મ્યુટેશન થયું તો આગામી દોઢ-બે મહિના કોરોનાનું જોખમ વધશે એમ નિશ્ચિત મનાય છે.

તજજ્ઞોના પ્રારંભિક અભ્યાસમાં સામે આવ્યું છે કે જિનોમ સિકવન્સિંગમાં ડેલ્ટા વેરિઅન્ટનું પ્રમાણ 69 ટકાથી ઘટીને 47 ટકા થઈ ગયું હતું. જ્યારે ઓમિક્રોનનું પ્રમાણ 12 ટકાથી વધીને 48 ટકાને પાર કરી ગયું છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ 1 ડિસેમ્બરે નોંધાયો હતો. જેના 21 દિવસ પછી ડિસેમ્બરના ત્રીજા સપ્તાહે ડેલ્ટા કરતા ઓમિક્રોન આગળ વધ્યાનું સ્પષ્ટ થયું છે. આથી તજજ્ઞોએ આ નવો વેરિઅન્ટ પણ જેમણે દેશ કે રાજ્ય બહાર પ્રવાસ કર્યો નથી અને કોઈ વિદેશ પ્રવાસીના સંપર્કમાં આવ્યા નથી તેવા સામાન્ય નાગરીકોમાં ફરી વળ્યાનું તારણ બાંધ્યું છે.

રાજયમાં આજ સાંજ સુધી નવી ગાઇડલાઇન જાહેર કરાશે

અગાઉથી લાગુ કરાયેલા કોરોના નિયંત્રણોની સમય મર્યાદા આજે (7 જાન્યુઆરી 2022) પૂર્ણ થાય છે. જેના પગલે સરકાર આજ સાંજ સુધીમાં નવી ગાઈડલાઈન જાહેર કરશે. નવી ગાઈડલાઈનમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મુકાશે. માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાશે. હોટલ, રેસ્ટોરન્ટ, જિમ કાર્યરત રહેશે પણ તેમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં પણ છુટછાટ ઘટી શકે છે. હાલ 400 લોકોની છૂટ છે તેને સરકાર ઘટાડી શકે છે. રાત્રિ કરફ્યૂના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ (Curfew) અમલી બની શકે છે.

આ પણ વાંચો : સરકારી કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ: CM ભૂપેન્દ્ર પટેલે આ તારીખ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા

આ પણ વાંચો : BHARUCH : સુરતમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી

Published on: Jan 07, 2022 11:51 AM
g clip-path="url(#clip0_868_265)">