Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુઓ Video
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાન ચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે.
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે.
અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો છે. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
એરપોર્ટ પરથી ઝડપાયું સોનું !
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ઝડપાઈ લાખોની દાણચોરી ઝડપાઈ છે. જેદ્દાહથી આવી રહેલી મહિલા મુસાફર પાસેથી 34 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન મહિલા પાસેથી સોનું મળ્યું હતું. સોનાના ભાવ વધી જતા દાણચોરીના કિસ્સાઓ પણ વધ્યાં હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 2 મહિનામાં કુલ 5 કરોડનું સોનું ઝડપાયું હોવાની માહિતી સામે આવી રહી છે.