ચૂંટણી જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ સંગઠન સામે ઉઠાવ્યા સવાલ, જુઓ
બનાસકાંઠામાં લોકસભામાં જીત બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપના વખાણ કર્યા છે જ્યારે કોંગ્રેસના સંગઠન પર ઉકાળાટ ઠાલવ્યો છે. ઉમેદવારે કોંગ્રેસમાંથી લડવું હશે તો પોતાના સમાજના આધારે લડવું પડશે જો સમાજ સાથે નહીં હોય તો ઉમેદવાર સફળ નહીં થાય. કોંગ્રેસની સંગઠનની સિસ્ટમમાં અભાવ છે અને અભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ સફળ નહીં થાય. બનાસકાંઠાની લોકસભા બેઠક જીતી અને ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક નું સ્વપ્ન રોળી નાખ્યું છે.
જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર રોસ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવારે પોતાના સમાજના દમ પર લડવું પડે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ છે. કોંગ્રેસ નું સંગઠન નિષ્ક્રિય છે અને જેને કારણે ઉમેદવાર પોતે લડે ત્યાં સુધી તે સફળ નથી થતો. ગેનીબેને ભાજપના વખાણ કર્યા હતા અને ભાજપ એ જે એક જૂથ થઈ અને લડી છે, જેમાં કોંગ્રેસ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો બધો તફાવત છે. કોંગ્રેસે લડવું હોય તો પોતાના દમ પર લડવું પડે અને પોતાના સમાજ પર લડવું પડે જે દિવસે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસે કોંગ્રેસ સફળ થશે.
કોંગ્રેસમાં જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય છે તેમને પાર્ટીમાંથી દૂર કરી દેવા જોઈએ તેવું પણ ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું. કોઈ નાની મોટી સજા નહિ પરંતુ પક્ષમાંથી દૂર કરી દેવાય તો કોંગ્રેસને સરવાળે નુકસાન નહીં થાય. હું કોઈ સલાહ આપવા માટે સક્ષમ નથી પરંતુ જે મારી સાથે વીત્યું છે તે આવનારા ભવિષ્યમાં બીજા ઉમેદવારો પર ન વીતે તેમ કંઈક ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ