અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ કરાયો, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
રાજકોટની ઘટના બાદ હવે રાજ્યમાં જેમ ચેકિંગ હાથ ધરાયા છે એમ અરવલ્લી જિલ્લામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોડાસા નજીક આવેલ કાબોલા પાસેના વોટરપાર્કને પણ સીઝ કરી દેવામાં આવ્યો છે. લાઈસન્સ વિના જ ચાલતી રાઈડ્સ અને ગેમ ઝોનને લઈ તંત્ર હવે એકાએક જાગૃત થયું હોય એમ કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં પણ લાઈસન્સ વિના જ ચાલતી રાઈડ્સ અને ગેમ ઝોનને લઈ તંત્ર હવે એકાએક જાગૃત થયું હોય એમ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની ઘટના બાદ હવે રાજ્યમાં જેમ ચેકિંગ હાથ ધરાયા છે એમ અરવલ્લી જિલ્લામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોડાસા નજીક આવેલ કાબોલા પાસેના વોટરપાર્કને પણ સીઝ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા ક્લેકટરના આદેશ બાદ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ વોટર પાર્કને બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. વોટરપાર્ક પર આવેલાઓને પણ ગરમીમાં વોટર રાઈડની મોજ માણ્યા વિના જ રિફંડ લઈને પરત ફરવુ પડ્યું હતુ. તંત્રએ હવે વોટરપાર્કની પરવાનગીઓને લઈ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

