Bharuch Video : પોલીસ જાસૂસી કાંડનો કુખ્યાત આરોપી બૂટલેગર પરેશની દમણથી ધરપકડ
બુટલેગર પરેશ ઉર્ફે ચકાની દમણના બારમાંથી મધ્યરાત્રીના બે વાગે ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીચકો અને તેનો ભાગીદાર નયન પોલીસ રેડથી બચવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલની મદદથી મોબાઈલ ટાવર લોકેશન કઢાવતા હતા.
ભરૂચ પોલીસના ચકચારી જાસૂસી કાંડમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. બુટલેગર પરેશ ઉર્ફે ચકાની દમણના બારમાંથી મધ્યરાત્રીના બે વાગે ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી ચકો અને તેનો ભાગીદાર નયન પોલીસ રેડથી બચવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલની મદદથી મોબાઈલ ટાવર લોકેશન કઢાવતા હતા. ત્યારબાદ દારુની હેરાફેરી કરતો હતો. પોલીસ જાસુસીકાંડના ગુનામાં પોલીસકર્મીઓની પણ ધરપકડ કરાઈ હતી. બુટલેગરને ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી સોંપવામાં આવી છે.
કઈ કંપનીમાંથી કેટલા લોકેશન મેળવી કરી હતી જાસૂસી
- વોડાફોન – 530
- જીઓ – 215
- વોડાફોન – 85
પોલીસને કરાયા સસ્પેન્ડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમની સામે હવે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી.