બોપલ SP રિંગ રોડ પર થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત, 3ના મોત, 200 km ની ઝડપે અથડાઈ કાર, નવા કાયદા મુજબ નોંધાશે ગુન્હો, જુઓ વીડિયો
એસ પી રિંગ રોડ પર થયેલા અકસ્માત બાદ, ઘટના સ્થળે પહોચેલ વિવિધ તપાસ એજન્સીએ હાથ ધરેલ તપાસમાં ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. એફએસએલ અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું હતું કે, ફોર્ચ્યુનર કાર 200 કિલોમીટરની ઝડપે થાર કારની સાથે અથડાઈ હતી.
અમદાવાદના બોપલ એસ પી રિંગ રોડ પર વહેલી સવારે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. અકસ્માતગ્રસ્ત એક કારમાથી પોલીસને દારુનો જથ્થો પણ મળી આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માત અંગે આજેથી અમલમાં આવેલ નવી ભારતીય ન્યાય સંહિતા અનુસાર કેસ નોંધવામાં આવશે.
એસ પી રિંગ રોડ પર થયેલા અકસ્માત બાદ, ઘટના સ્થળે પહોચેલ વિવિધ તપાસ એજન્સીએ હાથ ધરેલ તપાસમાં ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. એફએસએલ અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું હતું કે, ફોર્ચ્યુનર કાર 200 કિલોમીટરની ઝડપે થાર કારની સાથે અથડાઈ હતી.
બોપલના એસ પી રિંગ રોડ પર થયેલા અકસ્માતની ગંભીરતા જોતા, એફએસએલની ટિમ ઉપરાંત બે ડિસીપી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ગમખ્વાર અકસ્માતમાં આજથી સમગ્ર દેશમાં અમલી બનેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 125 એ, 125 બી, 281 હેઠળ ગુનો નોંધવામાં આવશે. જો કે પોલીસની તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, કાર ચાલકે ચિક્કાર દારુ પીધેલો હતો. જ્યારે અકસ્માત કર્યો ત્યારે પણ તે નશાની હાલતમાં હતો. અકસ્માત કરનાર ફોર્ચ્યુનરનો ચાલક પણ ગંભીર રીતે ધાયલ થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.