Surat : હજીરામાં ડમ્પર અને ખાનગી કંપનીની બસની ભયાનક ટક્કર, એકનું મોત, જુઓ અકસ્માતના CCTV
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના હજીરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હજીરામાં ડમ્પર અને ખાનગી કંપની બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 અને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા છે.

અકસ્માત બાદ બસ અને ડમ્પર બંને પલટી મારી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ત્રિપલ અકસ્માતની ઘટના
બીજી તરફ જામનગરના પડાણા પાટીયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. ટ્રક , કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. રીક્ષામાં સવાર 2 લોકોનું અકસ્માતમાં મોત થયું છે. 2 વ્યક્તિઓના મોતથી અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું હતુ. જો આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ