દિવાળી પૂર્વે લાંચિયા અમલદારો વિરુદ્ધ ACB નું અભિયાન, કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝડપાયા, જુઓ Video

|

Oct 26, 2024 | 10:39 PM

રાજ્યના જુદા જુદા સ્થળોએ એકજ દિવસ માં ACB ની 4 ટ્રેપ સામે આવી છે. અમદાવાદ માં બે સ્થળોએ, રાજુલામાં એક અને ગાંધીનગરમાં એક સ્થળે ACB ની કાર્યવાહી સામે આવી છે. કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા છે.

દિવાળી પૂર્વે લાંચિયા અમલદારો વિરુદ્ધ ACB નું અભિયાન, કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝડપાયા, જુઓ Video

Follow us on

દિવાળી ટાણે રાજ્યમાં ACB ની કાર્યવાહી સામે આવી છે. ગાંધીનગરમાં ACB ની ડિકોય ટ્રેપ સામે આવી. ગાંધીનગર મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી વતી રૂપિયા 500ની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ગાંધીનગર ACB એ ઝડપી પાડ્યો.

ફાસ્ટફૂડની લારી ઉભી રાખવા અને હેરાન નહીં કરવા રૂપિયા 500 ની લાંચ માંગી હતી. રાજ્યના જુદા જુદા સ્થળોએ એકજ દિવસ માં 4 ટ્રેપને લઈ સરકારી ખાતાઓમાં ફફડાટ મચ્યો છે. અમદાવાદમાં બે સ્થળોએ, રાજુલામાં એક અને ગાંધીનગરમાં એક સ્થળે ACB એ કાર્યવાહી કરી છે. કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા છે.

AMC ના સફાઈ કામદાર અને પટાવાળાની ધરપકડ

અમદાવાદ AMC ના મુખ્ય સફાઈ કામદાર અને પટાવાળાની રૂપિયા 1600ની લાંચ લેવાના આરોપસર ACB એ ધરપકડ કરી . AMC તરફ થી સફાઈ કામદારોને અપાતા બોનસ માંથી રકમની માંગ કરી હતી. ઉપરી અધિકારીઓને મીઠાઈ આપવાની છે કહી 1600 રૂપિયાની માંગ કરી હતી.

ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા બને છે આ ઘટના, રોહિત પણ બચી શક્યો નથી
રોજ મોસંબી જ્યુસ પીવાથી થશે 8 ફાયદા
સારી ઊંઘ માટે જાણી લો 4 3 2 1 નો નિયમ, થશે મોટો ફાયદો
નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય
શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, આ એક વસ્તુ પાણીમાં નાખીને નહાવાથી થશે કમાલ
ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય

અમદાવાદમાં PSI લાંચ લેતો ઝડપાયો

અમદાવાદના વેજલપુર પોલીસ મથકના ડી સ્ટાફ PSI લાંચ લેતા ઝાડપાયા. PSI પી એન વ્યાસ રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝાડપાયા હોવાની માહિતી સામે આવી છે. રૂપિયા 1 લાખની લાંચ માગી હતી. આરોપીને માર નહીં મારવા અને રિમાન્ડ નહીં માગવા લાંચ માંગી હતી. પોલીસ સ્ટેશનની સામેજ ACB એ છટકું ગોઠવી PSI ને ઝડપી પાડ્યા.

રાજુલામાં RFO રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝાડપાયો

અમરેલીના રાજુલામાં ACBએ કાર્યવાહી કરી છે. રાજુલાના RFO રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝાડપાયો. RFO યોગરાજસિંહ રાઠોડ લાંચ લેતા ઝાડપાયા. કોન્ટ્રાકટના બિલ પાસ કરવા લાંચ માંગી હતી. આઉટ સોર્સનો કર્મચારી પણ ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમ હજી પણ ACB ની કાર્યવાહી ચાલુ છે. જુદા જુદા સ્થળો પર ACB એ સર્ચ શરૂ કર્યું છે.

Next Article