શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ

26 Oct, 2024

આ સફેદ વસ્તુને પાણીમાં નાખીને નહાવાથી શરીરમાં ક્યારેય પરસેવાની દુર્ગંધ આવતી નથી

જો કે, ઘણા લોકો દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તે હંમેશા અસરકારક સાબિત થતું નથી.

ડીઓડરન્ટમાં રહેલા રસાયણો ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ફટકડીનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં દિવસભર સુગંધ આવશે.

ફટકડી વડે શરીરની દુર્ગંધ દૂર કરી શકાય છે. ફટકડીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે શરીરની ગંધને ઓછી કરવામાં મદદ કરે છે.

એક વાસણમાં ઠંડુ પાણી લો, તેમાં ફટકડીનો ટુકડો નાખીને તેને ઓગાળી લો અને આ દ્રાવણને કોટન કે કપડામાં બોળીને શરીરના તે ભાગો પર લગાવો જ્યાં દુર્ગંધ આવતી હોય.

તમે ફટકડીના પાવડરમાં આવશ્યક તેલના 2 ટીપાં મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો.

એક ચમચી ફટકડીના પાવડરને ગરમ પાણીમાં ઓગાળીને તેને સ્પ્રે બોટલમાં ભરી દો. તેને તમારા શરીર પર સ્પ્રે કરો.

ઉનાળાની ઋતુમાં ફટકડીના પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફકતી આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોપગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.