AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત ! છેલ્લા કેટલાક દિવસોમાં કરોડોનું ચરસ જપ્ત કરાયું, જુઓ Video

ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત ! છેલ્લા કેટલાક દિવસોમાં કરોડોનું ચરસ જપ્ત કરાયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 12:23 PM

ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટો મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 4.80 કરોડ છે.

ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટો મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 4.80 કરોડ છે. સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસ મળ્યુ છે.અલગ અલગ વિસ્તારમાંથી બે દિવસમાં 19 પેકેટ મળ્યા છે.

આ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG તેમજ દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડ કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જાહેર કરેલી ઝુંબેશ દરમિયાન રાત્રીના સમયે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ કચ્છના પિંગલેશ્વર નજીક ચરસના 10 પેકેટ જપ્ત કરાયા હતા.

32 કિલોથી વધારે ચરસ મળ્યુ

આ અગાઉ દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યું.

આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ દ્વારકા તાબેના મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ.ને સોંપવામાં આવી હતી.

મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી વધુ એક પેકેટ બિનવારસી હાલતમાં સાંપડ્યું હતું. જે અંગેની પોલીસ તપાસમાં તેમાં 872 ગ્રામ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતુ.આશરે રૂપિયા 42 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

g clip-path="url(#clip0_868_265)">