Accident News : ગુજરાતમાં અકસ્માતની વણઝાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 લોકોના મોત, જુઓ Video
રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે.ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે.અરવલ્લીના મોડાસા-સાકરીયા હાઇ વે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 3 લોકોના મોત થયા હતાં.
રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે.ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે.અરવલ્લીના મોડાસા-સાકરીયા હાઇ વે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 3 લોકોના મોત થયા હતાં. વડોદરાના આજવા રોડ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા દંપતીનું મોત થયું. જ્યારે 2 બાળકોને ઇજા પહોંચી હતી.
અકસ્માત જોવા માટે રોકાયેલા મીનીટ્રકને લગ્ઝરીએ ટક્કર મારતા લગ્ઝરી બસ પલટી થઈ હતી.લગ્ઝરી બસમાં સવાર 8 લોકોને ઇજા પહોંચી હતી.જ્યારે બોટાદના સાળગપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત થયા અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ટેમ્પોની અડફેટે 2નાં મોત થયા હતા.મુંબઈથી અમદાવાદ તરફ જતાં ટેમ્પોના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
