જામનગર : બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા દિલધડક રેસ્ક્યુ, જુઓ Video

જામનગર : બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા દિલધડક રેસ્ક્યુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2024 | 7:41 PM

ભારે વરસાદના કારણે જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. SDRF દ્વારા વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

જામનગર છેલ્લા 36 કલાકથી જળબંબાકાર છે. માત્ર શહેર જ નહીં, પરંતુ જામનગરના તમામ તાલુકાઓમાં મેઘતબાહી થઇ છે અને હજુ પણ આગામી 48 કલાક જામનગર માટે ખુબ જ ખતરા સમાન છે. કારણ કે આગામી 48 કલાક જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે જામનગરમાં હજુ પણ આગામી કલાકોમાં જળતાંડવ યથાવત્ રહેશે.

ત્યારે ભારે વરસાદના કારણે જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. SDRF દ્વારા વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. બાલંભા ગામમાં આજી-4 ડેમના પાણી ફરી વળતા લોકો ફસાયા હતા.

ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 2 દિવસમાં 300 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે, જેમને એરલીફ્ટ કરવામાં SDRFને ખરાબ વાતાવરણના કારણે મુશ્કેલી પડી રહી છે. વધુ બે NDRF અને SDRFની ટીમ જામનગર બોલાવાઇ છે.

g clip-path="url(#clip0_868_265)">