છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે, જુઓ વીડિયો
આ તમામ સાયકલ ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટે અમલી સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ હોવાનું સામે આવ્યું છે. તંત્ર-અધિકારીઓની બેદરકારીને કારણે, સરકારી યોજનાની સાયકલનું જરૂરીયાતવાળા વિદ્યાર્થીને વિતરણ થઈ શક્યું નથી.
છોટા ઉદેપુરના એકલબારા ગામે ખુલ્લામાં સરકારી યોજનાની સાયકલો પડી રહી હોવાના સમાચાર મળતા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ત્યાં દોડી ગયા હતા. જ્યા ખુલ્લામાં કાટ ખાઈ રહેલ સ્થિતિમાં આશરે 800 જેટલી સાયકલો પડી રહેલી જોવા મળી હતી. આ તમામ સાયકલ ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટે અમલી સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ હોવાનું સામે આવ્યું છે. તંત્ર-અધિકારીઓની બેદરકારીને કારણે, સરકારી યોજનાની સાયકલનું જરૂરીયાતવાળા વિદ્યાર્થીને વિતરણ થઈ શક્યું નથી.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ માટેને હેતુ એ છે કે, જ્યા માર્ગ અને પરિવહન નિગમની બસની સુવિધા ના હોય તેવા વિસ્તારમાંથી દૂર ભણવા આવતા વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. પરંતુ છોટા ઉદેપુરના એકલબારા ગામ નજીક ખુલ્લામાં પડી રહેલ સાયકલ ઉપર 2023 લખેલ સ્પષ્ટ વાંચી શકાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારે પ્રાયોજના વિભાગના અધિકારીઓ પાસેથી આ બાબતે જવાબ માંગવો જોઈએ અને પડી રહેલ સાયકલોનું લાભાર્થી વિદ્યાર્થીઓને વિતરણ કરવું જોઈએ.
( With input from Maqbool Mansuri )