Rain News : ઉપરવાસમાં ભારે વરસાદથી આજવા ડેમના 62 દરવાજા ખોલાયા, જુઓ Video
દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ પણ ચિંતાનો વિષય બન્યો નથી. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ પર પહોંચી છે. જેથી તંત્રએ સાવચેતીના પગલે સ્થાનિકોને નદીકાંઠે ન જવા માટે અપીલ કરી છે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા
બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ધરખમ આવક થઈ છે. જેના પગલે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 40 સેમીનો વધારો થયો છે.
નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર સુધી ખોલાયા છે. હાલ નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. જેના કારણે નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
