નવસારીના સમુદ્ર કાંઠેથી મળ્યા ડ્રગ્સના પેકેટ, વલસાડ અને સુરતમાં મળેલા ડ્રગ સાથે સામ્યતા હોવાની શક્યતા, જુઓ Video

ગુજરાતના દરિયાકાંઠેથી નશાકારક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને સુરતના હજીરા બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2024 | 2:15 PM

ગુજરાતના દરિયાકાંઠેથી નશાકારક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને સુરતના હજીરા બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

નવસારીના જલાલપોર સમુદ્ર કાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા છે. ઓજલ માછીવાડ ગામેથી શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્ર્ગ્સ પીળા રંગની સિમેન્ટની બોરીમાં સંતાડવામાં આવ્યું હતું. જલાલપોર પોલીસ, LCBના સમુદ્ર કાંઠે પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. વલસાડ અને સુરતમાં મળેલા ડ્રગ સાથે સામ્યતા હોવાની શક્યતા છે.

આ અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પ્રાથમિક અંદાજ મુજબ ડ્રગ્સની કિંમત કરોડો રુપિયામાં છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહત્વનું છે કે ગુજરાત પોલીસે છેલ્લા 10 જ દિવસમાં રૂપિયા 850 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વડોદરાના નગરજનોને અપીલ કરી હતી કે, તમારી જાણમાં જો કોઈ ડ્રગ્સના દુષણમાં સપડાયેલો જણાય તો છુપાવવાને બદલે પોલીસને માહિતી આપો. ટીમ ગુજરાત ટીમ ઈન્ડિયા તરીકે આપણે દેશનો રાજ્યનો વિકાસ કરવાનો છે.

Follow Us:
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત

કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં

અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો

અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના

ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા

ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">