Kutch News : નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો, 3 સગીર સહિત 7 લોકોની અટકાયત, જુઓ Video

Kutch News : નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો, 3 સગીર સહિત 7 લોકોની અટકાયત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2024 | 4:39 PM

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ કચ્છના નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિં ખંડિત કરવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકો બાપ્પાની આસ્થામાં લીન છે. ત્યારે સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ કચ્છના નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિં ખંડિત કરવામાં આવી છે.

હિંદુ ધાર્મિક સ્થળ પર અન્ય સમૂદાય વિશેષનો ઝંડો લગાવવામાં આવ્યો હતો. પૂજારી અને ગામ લોકોએ આ સમગ્ર ઘટનાની નખત્રાણા પોલીસને જાણ કરી હતી. 3 સગીર સહિત 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. તો પોલીસે 8 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 2 દિવસ પહેલા ઘટના બની હતી.

સૈયદપુરામાં થયેલા પથ્થરમારાના કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર

બીજી તરફ આ અગાઉ સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પર પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની ઘટનામાં 28 લોકોની ધરપકડ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અલગ અલગ 17 મુદ્દાઓને લઈને રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટે 23 આરોપીના 12 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">