Ahmedabad : સ્પર્મ વ્હેલ માછલીની વોમિટની હેરાફેરીનો પર્દાફાશ ! ક્રાઇમ બ્રાન્ચે 4 શખ્સોને ઝડપી પાડ્યા, જુઓ Video
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની વોમિટ એટલે કે એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમી આધારે કરેલી કાર્યવાહીમાં સુરતના આમિર શેખને અમદાવાદમાંથી પકડ્યો. જેના મોબાઈલમાં એમ્બરગ્રીસનો એક વીડિયો મળી આવ્યો. આ જ વીડિયોના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવી હતી.

સુરતના ઉસ્માન શેખના ઘરેથી 2 કિલો 904 ગ્રામ સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી મળી આવી હતી. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2.90 કરોડ થાય છે. સૌ પ્રથમ સુરતના દાંડી દરિયાકિનારા પાસે કચરો વીણતા મોહમદ હનીફને એમ્બરગ્રીસ પ્રદાર્થ મળ્યો હતો. તેણે જ દમણના સહાદતઅલીને 60 હજારમાં વેચ્યો હતો. આ પ્રદાર્થને સહાદત અલીએ સુરતના ઉસ્માન શેખને 1 લાખમાં વેચ્યો હોવાનું સામે આવ્યું છે. તેના માટે કમિશનનું પણ નક્કી કર્યું હતું.
એમ્બરગ્રીસના વેચાણનો થયો પર્દાફાશ
ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે. જેના કારણે એમ્બરગ્રીસનો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે.
વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે, તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે. આ સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે. ક્રાઈમ બ્રાન્ચે જાણવા જોગ ફરિયાદ નોંધી એમ્બરગ્રીસને ચકાસણી કરવા FSLમાં મોકલ્યું છે.આ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.